
માળીયા મિંયાણા લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૮-૧૦-૨૦૧૪ ના રોજ ફરિયાદી જીતેન્દ્રભાઈ શંખેસરીયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના કાકા રમેશભાઈ શંકરભાઈ શંખેસરીયાને આરોપીઓએ હાથમાં પહેરેલ સોનાની વીંટી રૂ ૧૬ હજાર અને મોબાઈલ કીમત રૂ ૫૦૦ ની લૂંટ કરવાના ઈરાદે ફરિયાદીના કાકાને માથાના, ગળાના ભાગે અને પડખામાં તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી સોનાની વીંટી અને મોબાઈલની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હતા જે બનાવને પગલે માળીયા મિંયાણા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા જે કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી મોરબીની કોર્ટમાં ચાલુ થતા ફરિયાદી પક્ષે વીથ પ્રોસિક્યુશન તરીકે મોરબી ના યુવા ધારાશાસ્ત્રી કલ્પેશભાઈ સંખેશરીયા ને રોકેલ અને બાદમાં જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કોર્ટમાં ૧૭ મૌખિક અને ૨૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પંકજ બહાદુર ડામોરને કસુરવાન ઠેરવી આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સજાનો હુકમ કર્યો છે અને આઈપીસી કલમ ૩૯૭ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તો આરોપી દિલીપ ઉર્ફે કાળું વરસિંગ કટારાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે આ કામે જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની તથા યુવા ધારાશાસ્ત્રી કલ્પેશભાઈ સંખેશરીયા રોકાયેલા હતા