મોરબીના વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂ બીયરની પેટીઓ નંગ-૪૪ ઇંગ્લીશ દારૂની બોટલો/બીયર ટીન મળી કુલ નંગ-૫૭૬ કિ.રૂ.૨,૦૮,૭૪૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ય

મોરબીના વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂ બીયરની પેટીઓ નંગ-૪૪ ઇંગ્લીશ દારૂની બોટલો/બીયર ટીન મળી કુલ નંગ-૫૭૬ કિ.રૂ.૨,૦૮,૭૪૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ય

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી સાહેબની સુચનાથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ.ભોચીયા તથા એસ. આઈ.પટેલ તથા એલ.સી.બી પેરોલફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા તથા પોલીસહેડકોન્ટેબલ કોન્સટેબલ શકિતસિંહ ઝાલા તથા પોલીસ.કોન્સટેબલ સંજયભાઇ રાઠોડ પોલીસ કોન્સટેબલભગીરથસિંહ ઝાલા ને સચુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ઇલુભાઈ સંધી રહે .રાજકોટ વાળાએ તીથવા ગામની સીમમાં રાતિદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. જે હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવ્યા મુજબનો ઇંગ્લીશદારૂ બીયરનો જથ્થો મળી આવેલ હોય જેથી તેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી

જેમા પકડવાના બાકી આરોપી ઇલુભાઇ સંધી રહે રાજકોટને પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમા પકડાયેલ મુદામાલમા મેકડોવલ્સ નં.૧ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની બોટલો નંગ-૩૪૮ કિ.રૂ.૧,૩૦,૫૦૦/-
રોયલ ચેલેન્જ રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની બોટલો નંગ-૧૩૨ કિ.રૂ.૬૮,૬૪૦/-
થંડરબોલ્ટ પ્રીમીયમ બીયર ૫૦૦ મીલીના ટીન નંગ-૯૬ કિ.રૂ.૯soo/- કુલ નંગ-૫૭૬ કિ.રૂ.૨,૦૮,૭૪૦/- નો મુદામાલ કબજે કરેલ છેઆ કામગીરીમા પોલીસ અધિકારી તથા કર્મચારી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા પી.એસ.આઈ કે.એચ.ભોચીયા એસ આઈ પટેલ તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here