
માળીયા મિંયાણાના નવલખી પોર્ટ પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પ્રાઈવેટ કંપનીની મનમાનીથી ટ્રક એશોસિએશને કરી હળતાલ જુઓ વીડીયો
નવલખીબંદર પર પ્રાઈવેટ કંપનીના વજનકાંટામા નુકશાન થતા ટ્રક માલીક પાસે માંગ્યા પાંચ લાખ ટ્રક માલીકે ના પાડતા પોલીસમા ફરીયાદ કરતા ટ્રક એશોસિયએશને કરી ટ્રક હળતાલ
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકામા આવેલ નવલખીબંદર પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પ્રાઈવેટ કંપનીઓની ડાંડાઈ અને મનમાનીની અનેક લોક ફરીયાદો ઉઠી છે ત્યારે તાજેતરમા નવલખી પોર્ટમા આવેલ પ્રાઈવેટ કંપનીના વજનકાંટા પર ટ્રક વજન કરવા જતા વેબ્રિઝ તુટી પડયો હતો ત્યારે પાંચ દિવસ બાદ ટ્રક માલીકને પ્રાઈવેટ કંપનીના સંચાલકે નુકશાની પેટેના પાંચ લાખ આપવાનુ કહેતા ટ્રક માલિકે નાણા આપવાની ના પાડતા માલેતુઝાર વગ ધરાવતી પ્રાઈવેટ કંપનીએ ટ્રક માલીક પર પોલીસ ફરીયાદ નોંધાવી હતી ત્યારે આ ખોટી મનમાની અને અન્યાય સામે લડત આપવા ટ્રક એશોસિએશન મેદાને આવ્યુ હતુ અને નવલખી પોર્ટ પર ટ્રક માલીકો અને ડ્રાઈવરોએ હળતાલ કરી ગુજરાત મેરીટાઈમ બોર્ડને ન્યાય માટે લૈખિત ફરીયાદ આપી હતી
વધુમા ટ્રક માલીકોએ જણાવ્યુ હતુ કે નવલખીબંદર પર પોર્ટમા એન્ટ્રી ફી ના રુપિયા ૩૫૦ ઉધરાવવામા આવે છે છતા પોર્ટની અંદર અને બહાર બે થી ત્રણ કિલોમીટર સુધીના રસ્તામા મસમોટા ખાડાઓ હોવાથી વારંવાર ટ્રક પલ્ટી ખાવાની અને ટ્રકમા મોટુ નુકશાન થવાની અનેક ફરીયાદો ઉઠી છે છતા તંત્રના બહેરા કાને ટ્રક માલીકોનો અવાઝ સંભળાતો નથી અને વારંવાર ટ્રક ડ્રાઈવરો અને માલીકોને ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પ્રાઈવેટ કંપનીઓની મનમાની સહન કરવી પડે છે જેથી જયા સુધી ન્યાય નહિ મળે ત્યા સુધી ટ્રક હળતાલ ચાલુ રહેશે તેવુ ટ્રક એશોસિએશને જણાવ્યુ હતુ