
મોરબીમાં ૨ વર્ષની બાળકીના હત્યા કેસમાં મહિલા આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ
મોરબીમાં રહેતા વિપ્ર પરિવારની ૨ વર્ષની બાળકી પિતાએ જ પ્રેમિકાને સોપી હોય અને ઘરેથી ફોટો પડાવવાના બહાને પ્રેમિકા સાથે મોકલી દીધી હતી જે બાળકીનું ગળું દબાવી મહિલા આરોપીએ હત્યા કરી હોય જે કેસમાં બાળકીના પિતા સહિતના પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ સબળ પુરાવો ના હોવાથી તેમના વિરુદ્ધ ચાર્જસીટ કરવામાં આવી ના હતી હત્યા કરનાર મહિલા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી હતી જેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે
ગત તા. ૦૨-૦૩-૨૦૧૯ ના રોજ સુરતના રહેવાસી રીનાબેન ધવલભાઈ ત્રિવેદી નામની મહિલાએ આરોપી પતિ ધવલભાઈ માધવલાલ ત્રિવેદી, તેની પ્રેમિકા રસ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાલા, ફરિયાદીના જેઠ સંજયભાઈ ત્રિવેદી અને સસરા માધવલાલ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પતિ ધવલ ત્રિવેદીએ તેની પ્રેમિકા રસ્મીબેન સાથે દીકરી યસ્વી (ઉ.વ.૦૨ વર્ષ ૭ માસ) વાળીને ભગાડી લઇ ગયેલ જેમાં જેઠ અને સસરાએ માંદ્ગરી કરી હતી મહિલા આરોપી રશ્મિબેને યસ્વીનું મોઢું સોફામાં દબાવી પછાડી દઈને ઈજા કરી મોત નીપજાવ્યું હતું જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી હતી જે ગુનામાં તપાસ દરમિયાન આરોપી ધવલભાઈ ગુનાના બનાવ સ્થળે હાજર નહિ હોવાનું અને પોતાની કન્સ્ટ્ર કશન સાઈટ પર હોવાનું તેમજ આરોપી સંજય અને માધવલાલ બંને અમદાવાદ સોલા હાઈકોર્ટ ખાતે હોવાનું ફલિત થયું હતું જેથી ત્રણેય વિરુદ્ધ સબળ પુરાવો ના હોવાથી ચાર્જશીટ કરવામાં આવી ના હતી
પોલીસે મહિલા આરોપી રશ્મી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે હત્યા કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી મોરબીની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજય કુમાર જાનીએ કોર્ટમાં ૩૦ મૌખિક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને બચાવ પક્ષે ૧ દસ્તાવેજી પુરાવો રજુ થયો હતો જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રસ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાળાને આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સજા ફટકારી છે તેમજ આઈપીસી કલમ ૩૨૩ મુજબના ગુનામાં બે માસની કેદની સજા અને રૂ ૧૦૦૦ નો દંડ ફટકાર્યો છે