મોરબી સીટી એ.ડીવીઝન પોલીસે જુગારીઓની જામેલી બાજી ઉપર ત્રાટકી ૩૨ લાખ પચ્ચાસ હજાર જેવી મોટી રકમ સાથે ૯ પતાપ્રેમીઓને દબોચ્યા

મોરબી સીટી એ.ડીવીઝન પોલીસે જુગારીઓની જામેલી બાજી ઉપર ત્રાટકી ૩૨ લાખ પચ્ચાસ હજાર જેવી મોટી રકમ સાથે ૯ પતાપ્રેમીઓને દબોચ્યા

મોરબી શનાળા રોડ શ્રીજી હાઈટસમાં જુગાર રમતા ૯ પતાપ્રેમીઓને ૩૨ લાખ પચ્ચાસ હજારની રોકડ સાથે દબોચ્યા

મોરબી સીટી એ.ડીવીજન પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ-૨માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં.૨૦૨માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજાના કબ્જા ભોગવટા વાળા ફલેટમાં જુગાર રમતા ૯ શખ્સોને રોકડ રકમ રૂ.૩૨,૫૦,૦૦૦ના મુદામાલ સાથે દબોચી મસમોટી રકમ સાથે જુગારીયા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાતમ આઠમ તો ઠીક મોરબી શહેરમાં આમ દિવસોમાં પણ લાખો કરોડોનો જુગાર રમતા હોય તે મસમોટા જુગારધામ ઝડપાયું તેના ઉપરથી કહી શકાય ત્યારે રોકડ રકમ ૩૨ લાખ ૫૦ હજારની રોકડ સાથે ઝડપાયેલા શખ્સોમાં ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉધરેજા ઉ.વ.૩૨ રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રીજી હાઇટસ બીજા માળ ઘર નં.૨૦૨ મોરબી મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા ઉવ.૩૨ રહે.મારૂતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી મનીષભાઇ લાલજીભાઇ વડસોલા ઉવ.૪૦ રહે. પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી તરૂણભાઇ વલ્લભભાઇ કાવર ઉવ.૩૩ રહે.અવની ચોકડી પાસે હરીદ્રાર એપાર્ટમેન્ટ મોરબી સંજયભાઇ પ્રભુભાઇ સનારીયા ઉવ.૩૭ રહે.અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી કુલદીપભાઇ ઇશ્વરભાઇ કાસુન્દ્રા ઉવ.૨૮ રહે. દર્પણ સોસાયટી મકાન નં.૧૦૨, રવાપર રોડ મોરબી ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી ઉવ.૪૨ રહે. રાજનગર પંચાસર રોડ મોરબી ધર્મેન્દ્રભાઇ ચતુરભાઇ ઉઘરેજા ઉવ.૩૪ રહે. ગોકુલ મથુરા મારુતી નંદન એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૧, કેનાલ રોડ મોરબી ભાવેશભાઇ કેશવજીભાઇ ભીમાણી ઉવ.૩૬ રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં.૭૦૩ મોરબી વાળા તમામને રોકડા રૂપીયા ૩૨,૫૦,૦૦૦ સાથે દબોચી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here