
મોરબીના મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી મહિડા સાહેબે વાદી /એપલન્ટની સિવિલ અપીલ નંબર -૨૦/૨૦૨૨ રદ કરતો હુકમ ફરમાવ્યો
આ અપીલ ની ટૂંક મા હકીકત એવી છે કે, મોરબીના નાગડાવાસ ગામે આવેલ ગુજરનાર સુખાભાઈ લાધાભાઈ બરારીયા આહીરના વહીવટ કરતા દેવાયત ભાઈ સુખાભાઈ બરારીયા આહીર એ મોરબી સિવિલ કોર્ટમા રેવન્યુ દીવાની દાવા નંબર -૯૬/૨૦૨૧ થી દાવો કરી અને જણાવેલ કે આ કામના પ્રતિવાદીઓ (૧) વસંત રાણાભાઇ રાઠોડ (૨) નારણભાઇ રાણાભાઇ રાઠોડ ના અમારી વડીલો પર્જિત ખેતી ની જામીન આરે. ૨-૩૦-૬૭ ની નાગડાવાસ ગામે આવેલી છે તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ને હોટલ બનાવવા બાંધકામ ચણતર કામ કરે છે તેમને અટકાવવા જતા તેઓ ઉશકેરાય જઈ અને માર મરવા તથા હુમલો કરવાનો પ્રયાસ કરેલ છે, જેથી આ દાવો લાવી અને બાંધકામ/ચણતર કામ કરતા અટકાવવા વચ્ચ ગાળા નો આંક-૫ મનાઈ હુકમ મળવા અરજ કરેલ જે કામે પ્રતિવાદી વસંત રાણાભાઇ અને નારણ રાણાભાઇ રાઠોના વિદ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ ના એ ધારદાર દલીલ કરી ને નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદા ઓ રજુ કરેલ જે દલીલ માન્ય રાખી વાદી નો વચ્ચ ગાળા નો મનાઈ હુકમ રદ કરતો ચુકાદો નામદાર કોર્ટ એ આપેલ અને જે હુકમ થી નારાજ થઇ વાદી વકીલ દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ મા અપીલ નંબર – ૨૦/૨૦૨૨ થી કરતા અપીલ ના કામે મૂળ પ્રતિવાદી/રિસ્પોન્ડન્સ વસંત રાણાભાઇ અને નારણભાઇ રાણાભાઈ રાઠોડ રહેવાસી નાગડાવાસ તા.જી મોરબી વાળા તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ શ્રી પી. ડી. માનસેતા એ અપીલ ના કામે પણ ધારદાર દલીલ સાથે ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના રિપોર્ટડ ચુકાદાઓ રજુ રાખેલ જે માન્ય રાખી વાદી /એપેલન્ટ ની અપીલ – ૨૦/૨૦૨૨ ની રદ કરતો હુકમ મોરબી ડિસ્ટ્રિક્ટ જજ દિલીપ પી. મહિડા સાહેબે ફરમાવેલ છે, આ કામે બન્ને પ્રતિવાદીઓ વસંત રાણાભાઇ અને નારણભાઇ રાણાભાઇ રાઠોડ તરફે સિનિયર ધારા શાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ શ્રી પી. ડી. માનસેતા રોકાયેલ છે.