
મોરબી પંચાસરરોડ પર રહેતા સલીમભાઈ વડાવરીયાના સહેજાદા આરીશે નાની ઉમરે મહિનાના રોઝા પુરા કરી પરવરદિગારની ઈબાદત કરી
તાજેતરમા માહે રમઝાન માસના ઈબાદતના મહિનામા નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના મુસ્લીમ બીરાદરો રમજાન માસના ધોમધખતા તાપમા સવારે શહેરી કરી રોઝા બંધ કરી સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહી સાંજે રોઝા ખોલી ઈફતારી કરે છે અને પાંચ વખતની નમાઝ અદા કરી તરાબીની નમાઝ અદા કરી પરવરદિગારની બંદગી કરે છે
ત્યારે આ રમઝાનના પવિત્ર માસમા મોરબીના પંચાસરરોડ પર રહેતા સલીમભાઈ વડાવરીયા સહેજાદા આરીશે નાની ઉમરે ખુદાની બંદગી કરી હતી નાની ઉમરે ધોમધખતા તાપની ગરમીમા રમઝાન માસમા આખા મહિનાના રોઝા રાખી નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરતા વડાવરીયા પરીવારે આરીશ ફુલહાર પહેરાવી સન્માન સાથે દુવાઓ માંગી રોઝા ખોલાવી સન્માન કર્યુ હતુ અલ્લાહ તઆલા વડાવરીયા પરીવારને રમજાન મુબારકના સદકે રોઝીરોટીમા બરકત આપે અને હરબલા આફતથી બચાવે તેવી મોરબી માસ્ટરે દુવા માંગી હતી