માળીયામિંયાણાના વિરવિદરકા ગામની સીમમાં માળીયા પોલીસ આકાશેથી ઉતરી બુટલેગરની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ત્રાટક્યા

માળીયામિંયાણાના વિરવિદરકા ગામની સીમમાં માળીયા પોલીસ આકાશેથી ઉતરી બુટલેગરની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ત્રાટક્યા

માળીયા પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબારે બોલાવ્યો સપાટો દારૂ જુગાર ડીઝલચોરોમાં ફફડાટ

માળીયામિંયાણાના વિરવિદરકા ગામની સીમમાં નદી કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર માળીયા પોલીસના પીઆઈ ડ્રોન કેમેરાની મદદથી ત્રાટકયા હતા છેલ્લા ઘણા સમયથી માળીયા પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબાર દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ પર ધોંસ બોલાવી રહ્યા છે જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે પીઆઈ કે.કે.દરબારે જયારથી માળીયા પોલીસ મથકના પીઆઈ તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી પંથકમાં અને ખાસ કરીને માળીયામાં શાંતિ સુલેહ ભર્યું વાતાવરણ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે કેમ કે કે.કે.દરબારની કમાન હેઠળ ક્રાઈમ કંટ્રોલમાં હોય તેવું ચિત્ર સ્પષ્ટ પણે ઉભરી રહ્યું છે કડક છાપ ધરાવતા પીઆઈ કે.કે.દરબાર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય ગુનેગારો સાથે કડક‌ ભાષામાં અને એક જ લાઈનમાં સમજાવતા પીઆઈ નાના માણસો સાથે નિર્મળતા અને હકારાત્મક શૈલીમાં ફરીયાદ સાંભળવી તેઓનો સ્વભાવ છે ત્યારે માળીયા પોલીસ મથકના પીઆઈ કડક છાપની સાથે ઈમાનદારી પુર્વક ફરજ બજાવી રહ્યા છે જેથી ગુનેગારો ભુગર્ભમાં ઉતરી ગયા જેવા ઘાટ સાથે છેલ્લા ઘણા સમયથી માળીયા પંથકમાં શાંતિ સુલેહનુ વાતાવરણ બન્યું છે તે પીઆઈની કડક કામગીરીને સમગ્ર શ્રેય જાય તેમા શંકાને કોઈ સ્થાન નથી કેમ કે આજદીન સુધી ડ્રોન મારફતે પંથકમાં ક્યાંય રેઇડ પાડી હોય તેવો પહેલો‌ દાખલો હોય તેવું સામે આવ્યું છે જેમાં તાલુકા મથકની હદમાં ધમધમતા દેશી દારૂની ભઠ્ઠી ઉપર માળીયા પીઆઈની ટીમ ડ્રોન મારફતે આકાશેથી ઉતરી બુટલેગરની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ત્રાટક્યા હતા જેની ગંધ બુટલેગરને આવી જતા ફરાર થઈ ગયેલ અને સ્થળ ઉપરથી એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ ઉપરથી ન મળી આવેલ બુટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જાણવા મળતી વિગત મુજબ માળીયા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળીયામિંયાણા તાલુકાના વિરવિદરકા ગામની સીમમાં નદીના કાંઠા પાસે આરોપી અલ્તાફભાઈ હસણભાઈ સંઘવાણી રહે.વિરવિદરકા તા.માળીયામિયાણા જિલ્લો મોરબી વાળાની દેશીદારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ હોય તેવી બાતમી મળતા હકીકત વાળી જગ્યાએ ડ્રોન મારફતે રેઇડ કરતા દેશીદારૂ લીટર ૪૬૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૬૦૦ તથા ભઠ્ઠીને લગત ચીજવસ્તુ મળી પ્રોહીની સફળ રેઇડ કરીને કુલ રૂ.૧,૫૭,૧૦૦ના જથ્થા સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રેઇડ દરમિયાન આરોપી નાસી છુટયો હોય હાજર નહિ મળી આવતા બુટલેગર વિરૂદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે માળીયા પંથકમાં કડક છાપ ધરાવતા પીઆઈ કે.કે.દરબારની કડક કામગીરીના કારણે ક્રાઈમ ઘટ્યો છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેતા લોકો શાંતિનો અહેસાસ મહેસુસ કરી રહ્યા છે ત્યારે ડ્રોન મારફતે પીઆઈની ઉંચી ઉડાન ભરવાની આ કામગીરીથી બુટલેગરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here