
મોરબીના પંચાસરરોડ પર મદિના શબ્બીલ કમીટીના યુવાનો દ્રારા રમજાનના પવિત્રમાસ દરમ્યાન રોઝેદારોને મદદરુપ થવા રાહતભાવે ભજીયા સમોસા અને ફ્રુટનુ વિતરણ
મદિના શબ્બીલ કમીટીના યુવાનો દ્રારા સાંજે ઈફતારી માટે દરરોજ બરફનુ વિના મુલ્યે વિતરણ કરાય છે તેમજ રાજકોટના સ્વાદિષ્ઠ સમોસાનુ રાહતદરે વિતરણ કરી નેકીનુ કામ કરે છે
રમજાનના પવિત્ર મહિનામા રોજા રહેતા ગરીબવર્ગના રોઝેદારો લાભ લઈ શકે જેથી મદદરુપ થવાના હેતુથી મોરબીના પંચાસરરોડ પર મદિના શબ્બીલ કમીટીના યુવાનો દ્રારા ફ્રુટ ભજીયા તેમજ રાજકોટના સ્વાદિષ્ઠ સમોસા સહિતની અવનવી વાગનીઓનુ રાહતદરે વિતરણ કરી સેવાભાવીઓ દ્રારા સેવા કરવામા આવી રહી છે
તાજેતરમા રમજાનનો પવિત્રમાસ ચાલુ છે ત્યારે મુસ્લીમ બીરાદરો દ્રારા આ પવિત્ર મહિનામા ખુદાની બંદગી કરવામા આવે છે વહેલી સવારે ઉઠીને મુસ્લીમ પરીવારો રોઝા રાખે છે અને નમાઝ અદા કરી સાંજે રોઝા ખોલવામા આવે છે ત્યારે નાના અને ગરીબવર્ગના લોકોને રોઝા ખોલવામા સગવડ મળી રહે તેવા હેતુથી મોરબીના પંચાસરરોડ પર મદિના શબીલ કમીટી દ્રારા સ્વાદિષ્ટ રાજકોટના પ્રખ્યાત સમોસા મિક્ષ ભજીયા અને દરેક પ્રકારના ફ્રુટનુ જેમા તરબુચ સાકરટેટી મોસંબી દ્રાક્ષ કેળા સહિતના ફ્રુટ હોલસેલ અને રાહતદરે વિતરણ કરવામા આવે છે ત્યારે બીજા અન્ય મુસ્લીમ વિસ્તારોમા વિસ્તારોમા સાંજના સમયે રોઝેદારોના રોઝા ખોલવા ઈફતાર માટે સરબત દુધકોલ્ડ્રિકસ અવનવી નાસ્તાની વાનગીઓનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવે છે આ રમજાનના પવિત્રમાસમા નાના ભુલકાઓથી માંડી યુવાનો અને વૃધ્ધો રોઝા રાખી નમાઝ પઢીને અલ્લાહની બંદગી કરે છે અને મદ્રેશાઓ અને મસ્જીદોમા જકાત અદા કરે ત્યારે મોરબી પંચાસરરોડ પર મદિના શબ્બીલ કમીટીના લાલો ધાંચી- મુસ્તુફા(ઝેરી) ધાંચી-અમીન રાઉમા-ઈરફાન ધાંચી-સલીમ રાઉમા-ફેઝલ ધાંચી- ઈરફાન ધાંચી-બબુ ધાંચી-સિરાઝ સંધી અને મુનિર રાઉમા સહિત મહિલાઓ સહિતના સેવાભાવીઓ રમજાનના પવિત્રમાસમા સેવા આપી રહયા છે