મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકતા જોયા જેવી થઈ અત્યાર સુધીની સૌથી મોટી રેડ

મોરબી તા.૨ એપ્રિલ ૨૦૨૩ ગોપાલ ઠાકોર દ્રારા

 

મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકતા જોયા જેવી થઈ અત્યાર સુધીની સૌથી મોટી રેડ

મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના ધામા દારૂની રેડ બાદ ખનીજચોરી ઉપર તુટી પડ્યા કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ખળભળાટ મચાવી દીધો

હળવદ ચાડધ્રા બ્રાહ્મણી નદીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના મોટાપાયે દરોડા ખનીજ માફીયાઓમા ફફડાટ ખનીજ ભરેલા બેફામ દોડતા ડમ્પરોના પૈડા થંભી ગયા આને કહેવાય દબંગ કાર્યવાહી જિલ્લાના લાગતા વળગતા ઉંઘતા સરકારી બાબુઓ દોડતા થયા મલાઈ ખાતા બાબુઓને ખાટી છાસના ફાફા પડી ગયા જેવો ઘાટ

મોરબી જિલ્લામાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના ધામા શનાળા નજીક દારૂની રેડ બાદ એક પછી એક મોટા દરોડા પાડી જિલ્લામાં મીઠીનજર હેઠળ ધમધમતા ગેરકાયદેસર સફેદ રેતીના કાળા કારોબાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ રીતસર તુટી પડતા ચાડધ્રા પાસે પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાંથી કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ખળભળાટ મચાવી દીધો છે મોરબી જિલ્લામાં હળવદ બ્રાહ્મણી નદીમાં ચાડધ્રા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર ફુલીફાલ્યો હતો જેની અનેક રજુઆત અને પેપરોમાં અહેવાલો છપાયા હોવા છતા સ્થાનીક ખાણ ખનીજ વિભાગ કે પોલીસ તંત્ર ગાંઠતા ન હોય ત્યારે વર્ષો બાદ સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયની સુચનાથી ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસ.એન.પરમાર અને સ્ટાફ સાથે હળવદ બ્રાહ્મણી નદીના પટમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી રેડ પાડી મોટાપાયે મુદામાલ જપ્ત કરતા ખનીજ માફીયાઓમા રીતસરનો ફફડાટ જોવા મળતા જિલ્લામાં સફેદ રેતીચોરી કરતા ડમ્પરોના પૈડા થંભી ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ગોરખધંધા પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની બાજ નજર હોય તેમ મોરબી જિલ્લો રડારમાં લેતા વર્ષોથી જ્યાં બેફામ ખનીજચોરી થાય છે જ્યા સ્થાનીક ખાણખનીજ તંત્ર કે પોલીસ તંત્ર કોઈ મોટી કાર્યવાહી નથી કરી શક્યા ત્યા સ્ટેટ મોનીટરીંગ સેલે ૧૦ હિટાચી ૧૩ ડમ્પર ૧૩ બોટ ૧ ટ્રેક્ટર ૧ લોડર ૧ બોલેરો ૫ મોટર સાયકલ સાથે ૨૫ આરોપીની અટકાયત કરીને કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ખળભળાટ મચાવી દીધો છે ત્યારે આવડી મોટી ખનીજચોરી કોના ઇશારે ચાલતી હતી રેતીચોરીનુ ગેરકાયદેસર પાયલોટીગ કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાવી ક્યા સરકારી બાબુઓની સમ્રગ રેતીચોરી પર મીઠીનજર હતી તેમજ બેલગામ બનેલા ખનીજચોરો પર કોની લગામ હતી તે કાર્યવાહી બાદ જ જાણવા મળશે જોકે કરોડોનો મુદામાલ જપ્ત કરતા આ મામલે કડક કાર્યવાહી થાય તો ઘણાના પગ તળે રેલો આવે તેમ છે અને ઘણાના તપેલા ચડે તેમ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here