
મોરબીમા ચેક રીટર્ન કેસમાં સાત લાખ વાર્ષિક ૯% વ્યાજ સાથે ચુકવવા અને એક વર્ષની વર્ષની સજા ફટકારતી નામદાર એડીશનલ જયુડીશીયલ ચીફ કોર્ટ
મોરબીમા હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર સખશને સજા ફટકારતી એડીશનલ ચીફ જ્યુડીશીયલ કોર્ટ
મોરબી શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.૭.૦૦.૦૦૦ વાર્ષિક ૯% વ્યાજ સાથે એક વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી છે.રાજકોટમાં ફ્લૅટ નં.૧૦૮, સ્વાતિ હાઇટસ, કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિ વિશ્વ મંગલ ગૌ ગ્રામના રહેવાસી પ્રદીપ રમેશભાઈ નગેવાડિયાએ વર્ષ ૨૦૨૨માં મોરબી ના ખાનપર ગામ ના રહેવાસી ડાવેરા દેવાયતભાઈ વાસુરભાઈ પાસેથી અંગત ઉપયોગ માટે રૂ ૩.૫૦.૦૦૦ સંબંધના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે પ્રદીપભાઈએ રૂ ૩.૫૦.૦૦૦ નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં દેવાયતભાઈ એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ અન્વયે મોરબીના મહે એડીશનલ. ચીફ જયુડિશીયલ. મેજીસ્ટ્રેટ. સાહેબની કોર્ટમાં વકીલશ્રી કાનજી એમ. ગરચર તથા અનિલ આર. ગોગરા મારફતે ઓક્ટોમ્બર માં દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં મોરબી એડીશનલ. ચીફ જયુડિશીયલ. મેજીસ્ટ્રેટ. શ્રી ડી.કે.ચંદનાણી સાહેબએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક ની રકમ રૂ.૫૦.૦૦૦ ની ડબલ રકમનો દંડ અને દંડ ચૂકવવામાં કસુર થયેથી ત્રણ મહિનાની કેદ અને દંડ ની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ તેમજ તેના પર ૯% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો જે કેસ માં ફરિયાદી તરફે મોરબી ના જાણીતા વકીલશ્રી કાનજી એમ. ગરચર તથા અનિલ આર. ગોગરા રોકાયેલ હતા.