મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસેથી આરોપી પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ તથા જીવતા કાર્ટીસ સાથે એસ.ઓ.જી.ટીમે દબોચી લીધો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસેથી આરોપી પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ તથા જીવતા કાર્ટીસ સાથે એસ.ઓ.જી.ટીમે દબોચી લીધો

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે એમ પી પડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ ઓ.જી.મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ એસ.આઇ. સબળસિંહ સોલંકી તથા પોલીસ હેડ કોન્સ મહાવિરસિંહ પરમાર નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે મજબૂત બાંધાનો અને શરીરે આછા વાદળી કલરના અડધી બાંયના ટી શર્ટ તથા કાળા કલરના પેન્ટ પહેરેલ વ્યક્તિ જેને કાળી દાઢી છે તેનુ નામ અમિતસિંહ જીતુભા રાજપુત છે. તે જનકપુરી સોસાયટી, મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ, ધ ફન હોટલ પાસે, રહે છે અને તે અત્યારે ધ ફન હોટલ પાસે ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો જેમા પકડાયેલ આરોપી અમિતસિંહ જીતુભા સોલંકી જાતે કારડીયા રાજપુત ઉ.વ.૩૦ ધંધો વેપાર રહે. જનકપુરી સોસાયટી, મોરબી કંડલા નેશનલ.હાઈવે.રોડ, ધ કુન હોટલ પાસે, તા.જી.મોરબી મુળ ગામ કારલી તા.બહુચરાજી જી. મહેસાણા પકડાયેલ આરોપી પાસેથી
ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧, કિં.રૂ.૧૦,૦૦૦/-
તેમજ જીવતા કાર્ટીઝ નંગ-૦૨ કિં.રૂ.૨૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૨૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો આ કામગીરીમા અધિકારી તથા કર્મચારીઓ એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર. એસ.ઓ.જી.મોરબી તેમજ પો.સબ.ઇન્સપેકટર એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, તથા રણજીતભાઇ બાવડા તથા ફારૂકભાઇ પટેલ તથા રસીકભાઇ કડીવાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર તથા સેખાભાઇ મોરી તથા જવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોયગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ.કોન્સ માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા તથા ભાવેશભાઇ મીયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ વિગેરે જોડાયેલ હતા,

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here