મોરબી તાલુકાના લાલપર ગામ પાસે પાર્ક કરેલ અલગ અલગ ટ્રકો માંથી બેટરી ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબીતાલુકા પોલીસ.

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે પાર્ક કરેલ અલગ અલગ ટ્રકો માંથી બેટરી ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબીતાલુકા પોલીસ.

નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ I/C નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામી સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હતી.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશના લાલપર ગામ પાસે પાર્ક કરેલ અલગ અલગ ટ્રકોમાંથી આશરે નંગ-૦૬ બેટરીની ચોરી થયેલ હોય આ બનાવ અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.એ.ટેકાવડીયા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા માણસો તથા બીટના માણસોએ વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન બેટરી ચોરી કરનાર ઇસમને શંકાસ્પદ હાલતમાં પ્રથમ ચોરીમાં ગયેલ બેટરી નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦- તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ એકટીવા મોપેડ કિ.રૂ.૨૫,૦૦૦- સાથે પકડી પાડી ઉંડાણપુર્વક માહિતી મેળવી તપાસ કરતા ચોરીમાં ગયેલ અન્ય પાંચ બેટરીઓ કિ.રૂ.૨૫૦૦૦/-ની કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એપાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૫૨૩૧૧૫૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે.આરોપી મનીષભાઇ 800 જયકિશનભાઇ અનાવડીયા જાતે પ્રજાપતી ઉ.વ.૨૩ વર્ષ ધંધો-મજુરી રહે-પ્લોટ નં.૦૪ રણછોડનગર મોરબી-૦૧ વતનગામ-સ્તનપર તા-વઢવાણ જી સુરેન્દ્રનગર આરોપી પાસેથી ટ્રેક બેટરી નંગ-૦૬ કિ.રૂ.૩૦,૦૦૦/- ગુન્હામાં ઉપયોગમાં લીધેલ એકટીવા મોપેડ રજી.નં. GJ-36-c-9009 કિં.રૂ. ૨૫૦૦૦ મળી કુલ રૂ.૫૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે આરોપીને પકડવાની કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – UC પોલીસ ઇન્સપેકટર શ્રી પી.એ.ટેકાવડીયા તથા પો.સ.ઇ.શ્રી વી.,જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ.દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા જશપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરયભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજમા ગુઢડા તથા દેવશીભાઇ મોરી તથા કુલદિપભાઇ કાનગડ તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા હરપાલસિંહ ઝાલા તથા આરીફભાઇ સુમરા તથા મનિષભાઇ મિયાત્રા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here