મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા શકુનીઓને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૪૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા શકુનીઓને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૪૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ

રાજકોટ વિભાગ,રાજકોટ, પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી જુગારના કેસો કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે પી.એ.ઝાલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ,મોરબી તથા વી.પી.ગોલ સી.પી.આઇ વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સપેકટર બી.પી સોનારા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.કોન્સ વિજયભાઇ ડાંગર નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૪૪૦૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી તેમજ એક ઇસમ નાશી જતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી જનાર ઇસમને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે

આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જેમા રતાભાઇ બાવાભાઇ ગોહીલ જાતે-અનુ.જાતી ઉ,વ-૫૦ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી (ર)રાજુભાઇ મનજીભાઇ માલકીયા જાતે-કોળી ઉ.વ-૪૦ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી અજીતભાઇ રામકુભાઇ ખાચર જાતે-કાઠી ઉ.વ-૪૭ રહે-હાલ ચામુંડા નગર તા-વાંકાનેર જી.મોરબી મુળ રહે ઠીકરીયાળી તા વાંકાનેર જી,મોરબી વિજયભાઇ વિનુભાઇ નાકીયા જાતે-કોળી ઉ.વ-૨૨ રહે-ઠીકરીયાળી તા.વાકાનેર જી.મોરબીવિપુલભાઇ મનજીભાઇ માલકીયા જાતે-કોળી ઉ.વ-૨૭ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબીનાશી જનાર આરોપીનું નામ નરેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ રહે-ઠીકરીયાળા તા-વાંકાનેર જી.મોરબી (નાશી જનાર આરોપી)

આ કામગીરીમાં પોલીસ.સબ ઇન્સપેકટર બી.પી.સોનારા તથા એ એસ આઇ જેકે અઘારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ ચમનભાઇ ચાવડા તથા પો કોન્સ હરિશચંદ્રસિંહ ઝાલા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલારોકાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here