
મોરબી જીલ્લામા કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હળવદ તાલુકાના સુખપર ગામે વીજળી પડવાથી ત્રણ અબોલ પશુ ભેંસોએ જીવ ગુમાવ્યો

તાજેતરમા ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામા મોડી સાંજે મેધરાજાની મહેર જોવા મળી હતી જેમા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે મોરબી જીલ્લાના હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ત્યારે હળવદ તાલુકાના સુખપર ગામમાં એક ખેડૂતને ત્યાં અચાનક કડાકા સાથે વીજળી પડતા ત્રણ અબોલ પશુ ભેસોએ જીવ ગુમાવ્યો હતો આ વીજળી પડતા બાજુમા ઉભેલા યુવકનો સદનશીબે ચમત્કારિક બચાવો પણ થયો છે તેવુ જાણવા મળ્યુ છે























