
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને રુ ૯૦.૦૦૦ની રોકડ રકમ સાથે એલસીબી ટીમે ઝડપી લીધા
રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીની સુચનાથી ડી.એમ,ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી, કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા પોલીસ .સબ.ઇન્સપેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબીના એએસઆઈ જીજ્ઞાશાબેન કણસાગરા, તથા શકિતસિંહ ઝાલા સંજયભાઇ રાઠોડને હકીકત મળેલ કે, નાથાભાઇ ભુરાભાઇ પટેલ રહે.લક્ષ્મીનગર, રામજીમંદિર પાસે તા.જી.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડ રૂ.૯૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાયો હતો જેમા પકડાયેલ આરોપીઓ નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયા રહે.લક્ષ્મીનગર રામજીમંદિર પાસે તા.જી.મોરબી
વિઠ્ઠલભાઇ નરશીભાઇ કડીવાર રહે. લક્ષ્મીનગર પારૂલ દવાખાના વાળી શેરી તા.જી.મોરબી હરજીભાઇ હિરજીભાઇ પટેલ રહે.ઘુંટુ હરિનગર સોસાયટી તા.જી.મોરબી મહેશભાઇ મોહનભાઇ ભંખોડીયા રહે.લક્ષ્મીનગર રોટરીનગર તા.જી.મોરબી નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા રહે.ભરતનગર ઝાંપાપાસે તા.જી.મોરબી ૬. વિપુલભાઇ પુનાભાઇ પરમાર રહે.લક્ષ્મીનગર અનુ.જાતિવાસ તા.જી.મોરબીને ઝડપી લીધા હતા આ કામગીરીમાડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.જે.ચૌહાણ,શ્રી એન.એચ.ચુડાસમા તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.