
મોરબી કોગ્રેસના આગેવાને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી કરતા ભાજપના માજી સદસ્ય દ્વારા કરેલ ફરિયાદમાં તટસ્થ તપાસ કરવા અંગે એસ.પી. ને રજૂઆત જીલ્લા કોગ્રેસ
મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીને ભ્રષ્ટાચાર ઉજાગર કરવા મુદ્દે દબાવવાના હેતુ થી મોરબી નગરપાલિકાના માજી સદસ્ય કરેલ ફરિયાદ સત્ય થી વેગડી
મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારી એ મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારી દ્વારા નગરપાલિકાના એક સફાઈ કર્મચારી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ તે બાબતે મોરબી નગરપાલિકા મા તા.૨૧/૮/૨૦૨૩ ના રોજ ચીફ ઓફિસર અને જવાબદાર પાલિકાના અઘિકારીને આવા લોકો કર્મચારી પાસે રૂપિયા માંગે છે તેથી આની સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરતા તા. ૨૧/૮/૨૦૨૩ ના રોજ લેખિતમાં રજૂઆત કરેલ તે હિત ધરાવતા લોકોને માફક નહિ આવતા કોગ્રેસ ના આગેવાનને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે પોલીસ વિભાગમાં સતાના મદ માં કાયદાનો ગેર ઉપયોગ કરી ફરિયાદ નોઘવેલ છે ત્યારે આ બાબતની તટસ્થ અને સતાપક્ષના દબાણમાં આવ્યા વગર તપાસ કરવામાં આવે તે માટે. આજ રોજ મોરબી એસ, સી , સેલના ડી એસ પી ને મળી આ અંગે રજૂઆત કરેલ કે જે મુદ્દાસર ચૂંટણી ના કારણે બનાવવા બનેલ છે તેવી ખોટી રજૂઆત કરી ફરિયાદ દાખલ કરેલ છે તો ચૂંટણી થયે તો બે થી વઘુ વર્ષનો સમય જતો રહયો તો અત્યારે આવી ફરિયાદ શા માટે ?? તે પણ વિચાર માંગી લે તેવી વાત છે ત્યારે અઘિકારી ને રૂબરૂ મળી આ ફરિયાદ બાબતે સાચી તપાસ કરી એક બીજા ના ફોનના લોકેશન મેળવીને આ ફરિયાદ ને ઘ્યાને લેવા રજૂઆત કરેલ છે
મોરબી કોગ્રેસના આગ્રણી રમેશ રબારી અવાર નવાર પ્રજાની વેદનાને વાચા આપે છે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે લાગતા વળગતાને રજૂઆત કરેછે જેના કારણે આ ભાજપના મહિલા સદસ્યની નારાજગી હોય શકે ને કોગ્રેસના કાર્યકરને માનસિક રીતે દબાવવાના ભાગ રૂપે પણ આ ફરિયાદ થઇ હોય શકે ? તો આ બાબત નિષ્પક્ષ તપાસ કરવા આવે તો દૂધ નુ દૂધ અને પાણીનું પાણી થય જશે તેવી રજૂઆત ડી એસ પી ને કરવામાં આવી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેરાજ્યગુરુ તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી, કોગ્રેસ ના સિનિયર આગેવાન એલ એમ કંઝારિયા ની પ્રેસ યાદી જણાવે છે