માળીયા મિયાણા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને દંપતીને હડફેટે લેતા બનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

માળીયા મિયાણા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને દંપતીને હડફેટે લેતા બનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

માળીયા મિંયાણા તાલુકામા યમરાજના આંટાફેરા હોય તેમ તાજેતરમા દેરાળા નજીક અકસ્માતમા માતા પુત્રના મોત થયા હતા ત્યારે વધુ એક અકસ્માતમા પતિ પત્નીના મોતથી અરેરાટી ફેલાઈ હતી

માળીયા મિયાણા વાંઢ વિસ્તારમા રહેતા અને છેલ્લા એક વર્ષથી ખીરઈ ગામે રહેતા પતિ પત્ની હંજીયાસર લગ્નપ્રસંગે ગયા હોય ત્યાથી પોતાના એક્સેસ મોટર સાયકલ ઉપર પરત આવતા હતા ત્યારે માળીયા મિયાણા પેટ્રોલપંપ ત્રણ રસ્તા ઓવરબ્રિજ નજીક કોઈ અજાણ્યા વાહને એકસેસને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બન્નેના ધટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામે છેલ્લા એક વર્ષથી રહેતા ગફુરભાઈ રવાભાઈ નોતીયારે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, શનિવારે તેમના પિતા રવાભાઈ અભરામભાઈ નોતીયાર ઉ.વ.૪૯ અને માતા હવાબેન રવાભાઈ નોતીયાર ઉ.વ.૪૭ તેમના જીજે -૩૬ એ.જી. – ૯૪૪૨ નંબરના એક્સેસ મોટર સાયકલ ઉપર અંજીયાસર ગામે લગ્નપ્રસંગમાથી પરત આવતા હતા ત્યારે માળીયા મિંયાણા કચ્છ નેશનલ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક વિશાલા હોટલ તરફના છેડે કોઈ અજાણ્યા વાહને હડફેટે લઈ માતા હવાબેનનું માથું ટાયર નીચે કચડી નાખી પિતાને ગંભીર ઇજાઓ પહોંચડતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

ત્યારે માળીયા મિંયાણા તાલુકા પંથકમા કાળચક્ર સાથે યમરાજના આટફેરા ચાલુ હોય તેમ તાજેતરમા દેરાળા નજીક અકસ્માતમા માતાપુત્રના મોત નીપજ્યા હતા ત્યારે વધુ એક અકસ્માતના બનાવમા પતિ પત્નીના મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી જો પોલીસ દ્રારા હાઈવેના સીસીટીવી કુટેઝો ચેક કરવામા આવે તો અકસ્માત સર્જનાર વાહનચાલક પકડાઈ જાય અને મૃતક દંપતિને ન્યાય મળે તેવી મૃતક પરીવારજનોએ માંગણી કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here