
મોરબીમા સમસ્ત મિંયાણા મુસ્લીમસમાજ મહાસંગઠન ગુજરાત ટ્રસ્ટ દ્રારા સાતમા સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ યોજાયા..જુઓ વીડીયો
ચંગાલશાપીરના ગ્રાઉન્ડમા યોજાયેલ સમુહશાદીમા ગુજરાતભર માથી ૧૮ યુગલો જોડાયા હતા તેમજ સમાજ અગ્રણીઓ ધર્મગુરુઓ સામાજીક આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી
મોરબીમા સમસ્ત મિંયાણા મુસ્લીમ સમાજ મહાસંગઠન ગુજરાત ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખશ્રી અકબરભાઈ હુશેનભાઈ ભટ્ટીના આદેશથી સાતમા સમુહલગ્નોત્સ્વ ચંગાલશાહપીરની દરગાહના ગ્રાઉન્ડમા યોજવામા આવ્યા હતા જેમા ગુજરાતભરમાથી ૧૮ યુવક યુવતિઓ લગ્નગંથીથી જોડાયા હતા
આ સમુહશાદીમા મોરબી શહેર મિંયાણા સમાજના પ્રમુખ હુશેનભાઈ ભચુભાઈ ભટ્ટીના આયોજનથી તમામ કન્યાઓને કરીયાવર આપી અમન એકતા શાંતીનો સંદેશ પાઠવ્યો હતો ત્યારે આ સમુહલગ્નોત્સવમા ગુજરાત કચ્છમાથી મુસ્લીમસમાજના ધર્મગુરુઓ સામાજીક અગ્રણીઓ અને મુસ્લીમ એકતામ મંચ ગુજરાતના પ્રમુખશ્રી ઈમ્તિહાઝખાન પઠાણ સહિતનાઓએ હાજરી આપી હતી આ સાતમા સમુહલગ્ન યોજનાર આયોજક હુશેનભાઈ ભટ્ટીએ જણાવ્યુ હતુ કે હુ દર વર્ષે સમુહલગ્રોત્સવ કરુ છુ અને જીવીશ ત્યા સુધી કરતો રહીશ મને આ સામાજીક કાર્ય કરવાથી જીવનમા શાંતિ મળે છે તેવુ કહી તેના આંખમાથી આંસુ સરી પડયા હતા