
મોરબીના નાયબશહેર ખતીબ મુફતી સૈયદ મુફતી મોહંમદ સીદીકમિંયાબાપુ હાજી મદનીમિંયાબાપુ જીલ્લાની જન્નતનશીબ થતા સાંજે ૫:૦૦ કલાકે જનાઝા બાદ દફનવીધી
શહેઝાદા એ મદની સરકાર સૈયદ મુફતી મોહંમદ સીદીકમીંયા જીલાની કાદરીની રુકશતીથી સિપાઈવાસ બંધ રાખી સાંજે ૫:૦૦ વાગે મર્હુમ શહેઝાદા એ મદની સરકારના જનાજા બાદ દફનવીધી કરવામા આવશે
મોરબીના નાયબ શહેર ખતીબ અને મુફતી સૈયદ મોહંમદ સીદીકમીંયા હાજી મદનીમીંયા જીલ્લાની કાદરી જન્નતનશીબ થતા મુસ્લીમ બિરાદરોમા શોક ફેલાયો હતો શહેઝાદાએ મદની સરકારની રુકશતીથી મોરબીના સિપાઈવાસ ખાટકીવાસ કાલીકાપ્લોટ સહિતના મુસ્લીમ વિસ્તારોમા શોક ફેલાતા સ્વેચ્છાએ વેપારધંધા બંધ રાખી શોક વ્યકત કર્યો હતો ત્યારે આજે બુધવારને સાંજે ૫:૦૦ કલાકે સિપાઈવાસથી મર્હુમ હઝરત પીર સૈયદ મોહંમદ સીદીકમીંયા મદનીમીંયા જીલ્લાનીયુલ કાદરીના જનાઝા સિપાઈવાસથી કાઢી કબારસ્તાને પહોચશે જેથી તમામ મુસ્લીમ બીરાદરોહાજર રહી શવાબ હાશીલ કરવા મોરબીના શહેર ખતીબ હાજી અબ્દુલ રશીદમીંયાબાપુ કાદરીએ યાદીમા જણાવ્યુ હતુ