માળીયા મિંયાણાના ચીખલી ગામે થયેલ ચકચારી મારામારીના બનાવમા ચાર આરોપીઓના શરતી જામીન મંજુર કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ

માળીયા મિંયાણાના ચીખલી ગામે થયેલ ચકચારી મારામારીના બનાવમા ચાર આરોપીઓના શરતી જામીન મંજુર કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ

આ ગુન્હામા ત્રણ આરોપીઓને નામદાર મોરબી પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા બાદ ચાર આરોપીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

માળીયા મિંયાણાના ચીખલી ગામે બે મુસ્લીમપક્ષો વચ્ચે લગ્નપ્રસંગમા થયેલ મનદુખમા બને વચ્ચે મારામારી થતા બનેની સામસામી પોલીસ ફરીયાદ નોંધાઈ હતી જેમા આરોપીઓ (૧) અલીમહંમદ અનવર માલાણી (૨) ઈલીયાસ ઉર્ફે અલીયાસ હાજી માલાણી (૩) અભ્રામ ઉર્ફે ઈબ્રાહીમ કાદર માલાણી (૪) અનવર હાજી માલાણી (૫) ઈરફાન અકબર માલાણી (૬) મહેબુબ ઈબ્રાહિમ માલાણી (૭) અકબર કાદર માલાણી આ સાત આરોપીઓ પર આઈ.પી.સી.કલમ ૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૩૨૬ ૩૨૪ ૩૨૩ ૫૦૪ ૫૦૬(૨) અને જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાયો હતો

જેમા પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમા રજુ કરાતા તમામ આરોપીઓને જેલ હવાલે કરવામા આવ્યા હતા ત્યાર બાદ આરોપીઓ (૧) ઈરફાન અકબર માલાણી (૨) મહેબુબ ઈબ્રાહિમ માલાણી (૩) અકબર કાદર માલાણી આ ત્રણેય આરોપીઓએ મોરબીના એડવોકેટ રજાક એ.બુખારી જે.પી.રાઠોડ મારફતે મોરબીની નામદાર પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટમા જામીન અરજી કરતા ત્રણેય આરોપીઓના નામદાર કોર્ટે જામીન મંજુર કર્યા હતા

ત્યારબાદ અન્ય ચાર આરોપીઓ (૧) અલીમહંમદ અનવર માલાણી (૨) ઈલીયાસ હાજી માલાણી (૩) ઈબ્રાહિમ કાદર માલાણી (૪) અનવર હાજી માલાણીની જામીન અરજી મોરબીની નામદાર પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટમા કરતા ચારેય આરોપીઓના ગંભીર રોલ હોવાથી જામીન નામંજુર કર્યા હતા ત્યાર બાદ ચારેય આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રજાક એ.બુખારી અને સાવન મોધરીયા મારફતે ગુજરાત હાઈકોર્ટમા જામીન અરજી કરતા નામદાર હાઈકોર્ટે ચારેય આરોપીઓના શરતી જામીન મંજુર કર્યા હતા આ કેશમા આરોપીઓના વકીલ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રજાક એ.બુખારી અને સાવન મોધરીયા રોકાયેલા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here