મોરબી સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી દ્વારા પાંચ દીકરીઓને વિદ્યાર્થી રત્ન-લુહાર જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરી સન્માન કરાયુ

મોરબી સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી દ્વારા પાંચ દીકરીઓને વિદ્યાર્થી રત્ન-લુહાર જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરી સન્માન કરાયુ

મોરબીની શ્રીલુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા ખાતે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી “લુહાર યુવા સમન્વય-સિંહસ્થ સેના” તથા સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ દ્વારા લુહાર સમાજના કૉલેજ અને માસ્ટર ડિગ્રીમાં અવ્વલ આવેલ મોરબી જિલ્લાની પાંચ દીકરીઓને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન તેમજ લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં મોરબીનાં લુહાર વાસુદેવભાઈ રમણીકભાઈ રાઠોડની બંને દીકરીઓ ધારિણી રાઠોડ CA સેમ 4 માં ઉતીર્ણ થઈ CA ની પદવી મેળવી ચૂકી છે તેમને લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે વિધિ રાઠોડ CA સેમ 3 માં મોરબી જિલ્લામાં સેકન્ડ ગ્રેડ સાથે ઉતીર્ણ થઈ હતી જેમને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે મેડીકલ સાયન્સમાં જિલ્લામાં ફસ્ટ રેન્ક લાવનાર શિતલ દિપકભાઈ પિત્રોડાને લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન એવોર્ડ, જાનવી વિનોદભાઈ પિત્રોડા MBA સેમ 4 ઉતીર્ણ થતાં લુહાર સમાજ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ તેમજ પ્રિયા રામજીભાઈ કવૈયા LLM સેમ 4 ઉતીર્ણ થઈને એડવોકેટની પદવી મેળવતા લુહાર જ્ઞાતિ ગૌરવશાલી પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here