
માળીયા મિંયાણાના નવા દેવગઢ ગામે પકડાયેલ બનાવટી દારુના ગુન્હામા આરોપીઓના શરતી જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ મોરબી
મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ સ્ટીકર ઢાંકણાથી બનાવેલ બનાવટી દારુ પકડી આઠ આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના નવા દેવગઢ ગામે રહેણાંકના મકાનમાથી રેઈડ પાડી ઈંગલીશ દારુની ખાલી બોટલો ડુપ્લીકેટ સ્ટીકરો ઢાંકણા પેકિંગમશીન પ્રવાહી સહિતનો મુદામાલ કબજે કરી પોલીસે આઠ આરોપીઓ વિરુધ્ધ પ્રોહિ ધારાની કલમ ૬૫ (એ) (ઈ) ૧૧૬ (બી) ૮૧. ૯૮ તથા ભારતીય ન્યાય સહિંતાની કલમ ૩૩૬ (૨) ૩૩૬ (૩) ૩૩૮ ૩૪૦(૨) મુજબ માળીયા મિંયાણા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો
આ કેશના કામે આરોપી નંબર-૩ કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા અને આરોપી-નંબર ૪ અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડે તેમના વકીલશ્રી રજાક એ.બુખારી અને જે.એમ હોથી મારફતે મોરબીના નામદાર બીજા એડીશનલ સેશન્સ જજશ્રીની કોર્ટમા રેગ્યુલર જામીન અરજી રજુ કરતા જજશ્રી કમલ પંડયા સાહેબે બન્ને આરોપીઓના પચ્ચીસ પચ્ચીસ હજારના શરતી જામીન મંજુર કર્યા હતા આ બને આરોપીઓના વકીલ તરીકે મોરબીના યુવા ધારાશાસ્ત્રી રજાક બુખારી અને જતીન હોથી રોકાયેલા હતા