
મોરબી તાલુકાના ઘુંટુ ગામે પકડાયેલ રૂપિયા ૮,૬૫,૦૦૦/- ના અંગ્રેજી દારૂના જથ્થાના ગુન્હામાં આરોપી બહાદુરસિંહ રાવતના શરતી જામીન મંજૂર કરતી નામદાર પ્રિન્સીપાલ એન્ડ સેશન્સ કોર્ટે
મોરબી તાલુકાના ધુંટુ ગામ નજીક પોલીસે અંગ્રેજી દારુનો રુ ૮.૬૫૦૦૦નો મુદામાલ ઝડપી આરોપી બહાદુરસિંહ મોહનસિંહ રાવત વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
ત્યારે આ ગુન્હાના કામે સંડોવાયેલ આરોપી બહાદુરસિંહ મોહનસિંહ રાવતે વકીલશ્રી હિતેષભાઈ પરમાર મારફતે નામદાર સેશન્સ કોર્ટમા જામીન અરજી દાખલ કરી આરોપીના તરફેણમા દલીલો કરતા નામદાર પ્રિન્સીપાલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી બહાદુરસિંહ રાવતને રુ ૫૦.૦૦૦ ના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો આ જામીન અરજીમા આરોપીના એડવોકેટ તરીકે હિતેષભાઈ પરમાર રોકાયેલા હતા