મોરબી ત્રાજપરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક શખ્સને બી.ડીવીઝન પોલીસે ઉપાડી લીધો ચેતીજજો

મોરબી ત્રાજપરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક શખ્સને બી.ડીવીઝન પોલીસે ઉપાડી લીધો ચેતીજજો

ઉતરાયણ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા પટમાં આવ્યા પોલીસે ૧૫ નંગ ફિરકી સાથે એક શખ્સને દબોચ્યો

મોરબીના ત્રાજપરમાં ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી હોય ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાએ દેખા દેતા જ ત્રાજપરમાં ચાઈનીઝ દોરીનું ખુલ્લામાં વેચાણ કરતા એક શખ્સને સીટી બી.ડીવીઝન પોલીસે મુદ્દામાલ સાથે ઉપાડી લીધો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ત્રાજપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્રાજપર ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં રોડ ઉપર છુટક પ્રતિબંધિત પતંગ દોરી ગોઠવી તેનું વેચાણ કરતા અજયભાઈ મનસુખભાઈ વરાણીયા ઉ.વ.ર૮ રહે. મોરબી-૨ ત્રાજપર ઓરીયન્ટલ બેંક વાળી શેરી તા.જી.મોરબી વાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ મોરબી પોલીસે જિલ્લાની જાહેર જનતા જોગ અને વેપારીઓને એક સંદેશો પાઠવીને જણાવ્યું છે કે ચાઈનીઝ દોરી અને તુક્કલ નુકસાન કર્તા હોય જેથી આવી ચાઈનીઝ દોરીનું કે તુક્કલનુ વેચાણ કે ખરીદી નહી કરવા અપીલ કરવામાં આવી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here