
મોરબી પંચાસરરોડ પર 47 યુવા ગૃપના યુવાનો દ્રારા ખ્વાઝા મોઈનુદીન ચિસ્તી ગરીબ નવાઝના ૮૧૩ મા ઉર્ષમુબારક અને છઠીશરીફની શાનમા ન્યાઝનુ ભવ્ય આયોજન
ભારતપરા વિસ્તારના યુવાનો દ્રારા ખ્વાજા ગરીબ નવાઝના ઉર્ષમુબારકની ખુશીમા હિંન્દુ મુસ્લીમ એકતા સાથે શાકાહારી ન્યાઝ સાથે ફટાકડા ફોડી ભવ્ય આતિશબાજી કરી ખુશી મનાવી
તાજેતરમા રાજસ્થાન અજમેરના સુપ્રસિધ્ધ સંત ઓલીયા ખ્વાઝા મોઈનુદિન ચિસ્તી ખ્વાઝા ગરીબ નવાઝનો ૮૧૩ મા ઉર્ષમુબારકની ખુશીમા ગુજરાતભરમા છઠીશરીફ મનાવવા સાથે ઉર્ષમુબારકની ખુશી મનાવવામા આવી રહી છે
ત્યારે મોરબીના પંચાસરરોડ પર 47 યુવા ગૃપના યુવાનો દ્રારા કોહીનુર બેન્ડ પાર્ટીના તાલે ખ્વાજા ગરીબ નવાઝની શાનમા કવ્વાલી સલામી સાથે હિન્દુ મુસ્લીમ એકતાથી શાકાહારી ન્યાઝ વિતરણનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બહોળી સંખ્યામા હિન્દુ મુસ્લીમ જોડાયા હતા અને ફટાકડા ફોડી આતીશબાજી સાથે ખુશી મનાવી હતી