
માળીયા મિંયાણા શહેરીજનો પર થતા અન્યાય દુર કરી પ્રજાને ન્યાય આપવા જાગૃત નાગરીકોએ કલેકટરશ્રીને આવેદન પાઠવી પ્રધાનમંત્રીને લૈખિત રજુઆત કરી
માળીયા મિંયાણા શહેરના જાગૃત નાગરીક દ્વારા પ્રધાનમંત્રીશ્રીને ઉલેખીને કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી જેમાં માળીયા મિયાણા શહેરમાં મામલતદાર ઓફીસને લઈ ચાલતા વિવાદમાં તમામ શહેરના વતનીઓ અને લઘુમતી સમાજ મિયાણા નાં અગ્રણીઓ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે અને લાગતા વિભાગોમાં રજુઆતો અને ઉપવાસ આંદોલનનો કરી રહ્યા છે. તેવામાં વધુ એક આવેદન પત્ર અલટીમેટમ સાથે આપવામાં આવ્યો કે જો માળીયા મિંયાણા ૨૫૦૦૦ ની વસ્તીના શહેરની મામલતદાર ઓફીસ સેવાસદન માળીયા મિંયાણાથી ખસેડી સરવડ જેવા ૧૭૦૦ ની વસ્તીના ગામમાં લઇ જવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી ઉગ્ર આંદોલનો કરશું અને છતાં તંત્ર નાં પેટમાં પાણી નહી હલે તો અમે લઘુમતી મિયાણા સમાજને સાથે રાખી નામદાર કોર્ટના દરવાજા ખખડાવશી પણ આ અન્યાય રૂપી નિર્ણય સરકારનું નહી સ્વીકારી અને વધુમાં સરકારી તંત્ર એવા બહાના આપે છે કે માળીયા મિંયાણામાં વારંવાર પુર આવે છે માટે અમો ઓફીસ સરવડ માળીયા મિંયાણા શહેરથી ૧૫ કિલોમીટર દૂર બનાવવા નિર્ણય લીધો છે તો તેવામાં જણાવી દઈ કે માળીયા તથા આજુબાજુના વિસ્તારમાં થોડાક વર્ષોથી જે ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાય છે તે ખરેખર કુદરતી નથી પણ માનવસર્જિત છે.જે તંત્રની ધોર બેદરકારીના પ્રકોપે પુર વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.જેમાં મચ્છુ નદીના પાણીનું નિકાલ જે દરિયામાં સમાઈ છે.ત્યાં ક્રીક પાસે ગેર કાયદેસર લીઝ વગરના મીઠા ઉદ્યોગપતિઓ રાજકીયવગ ધરાવતી માલેતુજાર પાર્ટીઓ દ્રારા મસમોટા પાક્કા માટીના પાળાઓ બનાવી દીધા હોવાના કારણે મચ્છુનદીમા વરસાદી પાણી મસમોટા પાળાઓના કારણે પાછું ધકેલાય છે.અને માળીયા મિંયાણા તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદી પૂરની પરિસ્થિતિ સર્જાય છે.જેનાથી લોકોના જાન માલ સમાન,તથા ખેતીવાડીને ભારે નુક્સાની ભોગવવી પડે છે
અત્રે સ્વાભાવિક છે.કે માળીયા મિંયાણા તથા તેની આજુબાજુના વિસ્તાર જે દરિયા કાંઠો ધરાવતો વિસ્તાર હોય અને ત્યાં ૧૯૭૯ ની જળ હોનારત પહેલા કે તેના પછી કોઈ દિવસ વરસાદી પુર આવ્યુ નથી અને હાલમાં પાંચ થી સાતેક વર્ષથી જ આ પૂરની પરિસ્થિતિ સર્જાય છે.તો તેવામાં સરકારી તંત્ર પૂરની પરિસ્થિતિથી માળીયા મિંયાણા તથા આજુબાજુના વિસ્તારના લોકોને બચાવવાને બદલે પુરનો લાભ લઈ આવા ઓફીસ સ્થાંતરનાં નિર્ણયો કોઈ રાજકારણની રોષમાં લઈ રહ્યા છે.જે ખરેખર અયોગ્ય છે.અને માળીયા મિંયાણા શહેરની અલ્પસંખ્યક અને અશિક્ષિત ગરીબ ભોળી જનતા સાથે સરાસર અન્યાય છે.તેથી પ્રધામંત્રીશ્રીને સંબોધીને આવેદન આપવામાં આવેલ કે સરકાર આવા નિર્ણયો રદ કરી લોક સુખાકારીનું વિચારી અને કોઈ પણ રાજકારણ દબાવમાં નાં આવી લોક હિત માટે કામ કરવા વિનંતી સાથે અરજ કરવામાં આવેલ હતી.