મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી પાસે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનનું હત્યા કરનારા આરોપીની ધરપકડ બબતે ડીવાયએસપી પી.એ.ઝાલા સાથે પ્રેસ કોન્ફરસ યોજાઈ

મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી પાસે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનનું હત્યા કરનારા આરોપીની ધરપકડ બબતે ડીવાયએસપી પી.એ.ઝાલા સાથે પ્રેસ કોન્ફરસ યોજાઈ

મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાંથી એક અજાણ્યા યુવાનનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન મૃતક યુવાનની સાથે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને તે બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મેસરિયા રોડ ઉપર આવેલ રંગપર પાસે સેન્ડબેરી ફાઇબર નામના નવા બનતા કારખાનામાં રહેતા અને કલર કામમાં મજૂરી કામ કરતા કોન્ટ્રાક્ટર હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયા જાતે રાજપુત (૩૨) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજપુત રહે. દોહઇ એમપી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તે સેન્ડબેરી ફાઇબર નામના કારખાનામાં કલર કામનો કોન્ટ્રાક રાખી મજૂરી કામ કરે છે અને તેની સાથે ત્યાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજાવત, માનસિંહ ગોવિંદસિંહ રાજાબાદ, જીવન ઉર્ફે લલ્લુ બિજેન્દ્રસિંહ રાજાવત અને રાજકુમાર પ્રજાપતિ મજૂરી કામ કરતા હતા અને તા ૨૦ ના રોજ રાતે જેકીભાઈ તથા રાજુ પ્રજાપતિ પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો અને બીજા દિવસે સવારે તે બંને ચોટીલા બાજુ ગયા હતા ત્યાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગોળાઈમાં આવેલ બાવળની જાળીમાં રાજુભાઈ પ્રજાપતિ કુદરતી ક્રિયા કરવા માટે ગયા હતા ત્યારે તેની પાછળ જેકી ગયો હતો અને ત્યાં રાજુભાઈએ પૈસાની લેતી દેતી બાબતે તેને માં બેન સમી ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે રાજુભાઈ પ્રજાપતિને ગંભીર ઈજા કરી હતી અને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને કોન્ટ્રાક્ટર હરપાલસિંહએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજવતની ધરપકડ કરવામાં આવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here