ગીર સોમનાથ પ્રભાસપાટણ પોલીસ મથકના પીઆઈ એમ.વી.પટેલ સસ્પેન્ડ

ગીર સોમનાથ પ્રભાસપાટણ પોલીસ મથકના પીઆઈ એમ.વી.પટેલ સસ્પેન્ડ

પ્રભાસપાટણ પોલીસ મથકના વિવાદિત પીઆઈ એમ.વી.પટેલની મનમાની સામે એસપી લાલઘુમ સસ્પેન્ડનુ શસ્ત્ર ઉગામતા ખળભળાટ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એમ.વી.પટેલની મનમાની સામે એસપી લાલઘુમ સસ્પેન્ડનુ શસ્ત્ર ઉગામીને આકરા પગલા ભરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે હાલ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ.વી.પટેલ રજા ન હોવા છતા સીક લીવ પર ઉતરી જતા ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ એમ.વી.પટેલની વહીવટી ગેરશિસ્ત અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા તેમની વિરુદ્ધ આકરા પગલા ભરીને સસ્પેન્ડનુ શસ્ત્ર ઉગામીને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે વિવાદિત પીઆઈ એમ.વી.પટેલના કારનામા હંમેશા કાયદાની ઉપરવટ જઈને જ પોતાના નિર્ણયો હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે જેમાં એક નજર કરીએ તો ૨૦૨૦માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ.વી.પટેલ એક કેસમાં રિમાન્ડની જોગવાઈ ન હોવા છતા ખોટો રાગદ્વેષ રાખીને ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ નામદાર કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જામીન મંજૂર કર્યા હતા ત્યારબાદ એક જાણીતા એડવોકેટ પર અન્યાય થયેલ હોય એડવોકેટે પીઆઈ એમ.વી.પટેલ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા પીઆઈ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી તપાસના આદેશ છુટતા ભારે ચર્ચામાં આવેલ ત્યારબાદ પીઆઈ એમ.વી.પટેલની હળવદ ખાતે બદલી થતા હળવદ પોલીસ સ્ટેશનની હદમાં બેરોકટોક સફેદ રેતીનો કાળો કારોબાર ધમધમતો હોવાની ગંધ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓને આવતા હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ ગેરકાયદેસર ધમધમતા રેતીચોરીના નેટવર્ક પર ત્રાટકતા કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો જે રેઈડનો રેલો હળવદ પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ.વી.પટેલની ખુરશી સુધી રેલો આવ્યો હતો અને પીઆઈ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારે ફરી ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ એમ.વી.પટેલની મનમાની સામે એસપી જયદીપસિંહ જાડેજાએ લાલઆંખ કરી સસ્પેન્ડનુ શસ્ત્ર ઉગામી સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અત્રે ઉલ્લેખનીય છેકે પીઆઈ એમ.વી.પટેલ વિવાદિત પીઆઈ તરીકે જાણીતા બનવા પોલીસ વિભાગમાં પોતાની મનમાની ચલાવીને કાયદાથી બંધાયેલા રહેવાને બદલે કાયદાથી ઉપર જઈને પોતાના નિર્ણયો કરતા હોવાથી પોલીસ વિભાગમાં ગેરશિસ્ત અને એસપીના હુક્મને ઘોળીને પી જતા ફરી એક વખત સસ્પેન્ડ નામના શસ્ત્રનો પીઆઇ એમ.વી.પટેલને સામનો કરવો પડ્યો છે ગુજરાત પોલીસ પ્રજાની સેવામાં સતત ખડેપગે રહીને સુરક્ષા પુરી પાડીને પોલીસ પ્રજાની મિત્ર છે તે સાબિત કરવા પ્રયત્નશીલ છે પરંતુ કાયદાના રક્ષક જ કાયદાનું પાલન ન કરે તે પોલીસ વિભાગ માટે દુઃખની બાબત છે તેવા પોલીસ અધિકારીમાં પીઆઈ પટેલ પણ હોવાની ચર્ચા જાગી છે અને વારંવાર તેમની સામે સસ્પેન્ડનુ શસ્ત્ર ઉગામી સસ્પેન્ડ કરાઈ છે તે જગજાહેર છે ત્યારે ફરી વખત તેમની મનમાનીને કારણે પોતાના પગ ઉપર જ પોતે કવાડી માર્યા જેવો ઘાટ સર્જી પોતે સીક લીવ પર ઉતરી જતા નાછુટકે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડાને તેમની સામે સસ્પેન્ડનુ શસ્ત્ર ઉગામવુ પડ્યું છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here