
માળીયા મિંયાણા નજીક મચ્છુ નદીમા ડુબતા વ્યકિતનો જીવ બચાવવા આપતકાલીન સેવા ઝડપથી મળી રહે તેવા હેતુથી મોકડ્રિલનુ આયોજન કરાયુ
માળિયા મીયાણા નજીક આવેલ મચ્છુ નદીમાં વારંવાર ડુબવાના બનાવો બનતા હોવાને ધ્યાને રાખી ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું
માળીયા મીયાણા મામલતદાર કે.વી. સાનિયાના જણાવ્યા અનુસાર માળીયા નજીક આવેલ મચ્છુ નદીમાં નહાવા પડતા એક વ્યક્તિ ડુબવા લાગ્યો હતો જેની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ અને આપદા મિત્રોની ટીમ બચાવ માટે દોડી આવી હતી. આ સાથે જ ઘટના સ્થળે માળિયા મામલતદાર કચેરીની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમ દ્વારા ડુબતી વ્યક્તિને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે વ્યક્તિને સલામત રેસ્ક્યુ કરી સમયસર સારવાર મળી રહે તે માટે માળિયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તે વ્યક્તિ હેમખેમ સલામત છે
આ મોકડ્રિલના આયોજનમા માળીયા મિંયાણાના મામલતદારશ્રી કે.વી.સાનીયા નાયબ મામલતદારશ્રી હસમુખભાઈ-સંજયભાઈ-રાહુલભાઈ વાલ્મિકી રેફરલ હોસ્પીટલની આરોગ્ય ટીમના ડોકટર કાજલબેન ધાકા સીસ્ટર જશોદાબેન લતા ૧૦૮ ટીમના સાગરભાઈ બકુત્રા ફાયર વિભાગની ટીમના કશ્યપભાઈ તાલુકા પંચાયત સ્ટાફ ટીમના ચૌહાણભાઈ સહિત નગરપાલીકાના કાઉન્સીલર ઓસમાણભાઈ જેડા તેમજ નગરપાલીકા સ્ટાફના કાદરભાઈ કટીયા તેમજ માછીમાર તરવૈયાઓ અસગર કટીયા-ઈકબાલ કટીયા-અલારખાભાઈ મોવર અને સામાજીક કાર્યકર ટીમના ઝુલફીકાર ઉમરદીન સંધવાણી અબ્બાસઅલી જામ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી