Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Uncategorized

ધ્રાગધ્રા સોલડી ટોલગેટ પાસેથી કારપેટના રોલની આડમાં સંતાડી લઇ જવાતી ઇંગ્લીશ દારુની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ ૯,૭૯૨ તથા ટ્રક, મોબાઇલફોન મળી કુલ રૂ.૨૮,૧૪,૯૯૪/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

ધ્રાગધ્રા સોલડી ટોલગેટ પાસેથી કારપેટના રોલની આડમાં સંતાડી લઇ જવાતી ઇંગ્લીશ દારુની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ ૯,૭૯૨ તથા ટ્રક, મોબાઇલફોન મળી કુલ રૂ.૨૮,૧૪,૯૯૪/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ


નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના *પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી ટેકનીકલ એનાલીસીસ, વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.
પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, ફતેસંગ પરમાર, કાસમભાઇ બ્લોચ, ડ્રા.ધર્મેન્દ્રસિહ જાડેજા* નાઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે પહોંચતા ધર્મેન્દ્રસિહ, રાજદિપસિહ, ફતેસંગ નાઓને હકિકત મળેલ કે ટ્રક નં.HR-67-A-8964 નો ડ્રાઇવર ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નિકળેલ છે જે હકિકત વાળો ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતા કારપેટના રોલની આડમાં સંતાડેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ ૯,૭૯૨ કુલ કિ. રૂ.૧૩,૩૪,૭૨૪/- ની મળી આવતા આરોપી (૧) ડ્રાઇવર સંદિપકુમાર વિનોદકુમાર શાહુ રહે.ભોજાસર તા.ભાદરા જી.હનુમાનગઢ રાજસ્થાન (૨) ડ્રાઇવર/કલીનર રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ રહે.ચીડીયાગાંધી, તા.ભાદરા જી.હનુમાનગઢ રાજસ્થાન નાઓને ધોરણસર અટક કરેલ તેમજ ટ્રક, ઇંગલીશ દારૂ, મોબાઇલ ફોન તથા કારપેટ રોલ મળી કુલ રૂ.૨૮,૧૪,૯૯૪/- નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોકત બંન્ને આરોપીઓ તથા (૩) ટ્રક સોંપનાર મહેશ રહે. ભટ્ટ તા.જી.ફતેહાબાદ હરીયાણા (૪) ઇંગ્લીશ દારુનો જથ્થો મંગાવનાર (૫) ટ્રક રજી. નં- HR-67-A-8964 ના માલિક તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનખાતે ગુન્હો દાખલ કરાવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *