Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનના હથીયાર બતાવી મારા-મારીના રાયોટીંગ વીથ એટ્રોસીટીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા-ફરતા કુલ ૪ આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનના હથીયાર બતાવી મારા-મારીના રાયોટીંગ વીથ એટ્રોસીટીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા-ફરતા કુલ ૪ આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ


નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્કઆઉટ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા


દરમ્યાન મળેલ હકિકત આધારે સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસંગ પરમાર નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનના ગુન્હા રજી.નં.૦૧૭૫/૨૦૨૦ આઇ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭ વિ. આર્મસ એકટ કલમ-૨૫ (૧-બી) તથા એટ્રોસીટી ૩(૧)(આર)(એસ) વિગેરે મુજબમુજબના હથીયાર બતાવી મારા-મારીના રાયોટીંગ વીથ એટ્રોસીટીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા-ફરતા કુલ-૪ આરોપીઓ જેમાં (૧) હેમંત ગોકળભાઇ અગોલા રહે.માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને વગડીયા રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી (ર) સુરેશ જાદવભાઇ અગોલા રહે. માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને આસુન્દ્રાળી રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી (૩) જસમત લાભુભાઇ અગોલા રહે.માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને ધોળીયા રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી તથા (૪) ગણપત ભાથાભાઇ પનારા રહે. માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને આસુન્દ્રાળી રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી હસ્તગત કરી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન ખાતે આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સોંપી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *